માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ પરીવાર, સાંસદ, પૂર્વ ધારાસભ્ય તેમજ મહંત દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીને શુભેચ્છા પાઠવવામાં આવી


SHARE







મોરબીમાં ભાજપ પરીવાર, સાંસદ, પૂર્વ ધારાસભ્ય તેમજ મહંત દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીને શુભેચ્છા પાઠવવામાં આવી

તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન દેશના ૧૫ માં અને પ્રથમ આદિવાસી મહિલા તરીકે દ્રોપદી મુર્મુજી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા.જેથી કરીને અહીંના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.તેમજ દ્રોપદીની તરફેણમાં મતદાન કરનાર સર્વેનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ મોરબી માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ તાજેતરમાં વરણી પામેલ દેશના મહિલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીનું અભિવાદન કરી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

તેમજ મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા રાષ્ટ્રપતિ પદે દ્રોપદી મુર્મુજીની વરણી થતા ફટાકડા ફોડીને તેમજ મીઠાઈઓનું વિતરણ કરીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, અરવિંદભાઇ વાંસદડીયા, જ્યોતિસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, કે.કે.પરમાર, દેવાભાઈ અવાડીયા, પ્રભુભાઈ પનારા, નિર્મલભાઇ જારીયા, નરેન્દ્રભાઇ પોપટ, જેઠાભાઈ પારઘી, રાકેશભાઇ કાવર સહિતના અહીંના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સુપર માર્કેટ સામે ફટાકડા ફોડી, મીઠાઇ વડે એકમેકના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહંત પુ.ભાવેશ્વરીબેન દ્વારા પણ મહિલા શક્તિનું બહુમાન થવાથી રાષ્ટ્રપતિ બનેલા દ્રોપદી મુર્મુજીને શુભેચ્છાઓ પાઠવીને તેઓ ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત કરે અને દેશને નયા ભારત તરફ આગળ દોરી જાય તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.






Latest News