માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી : સોલડી નજીક કાર અને ટ્રક અકસ્માતમાં ઘવાયેલ મહિલા સારવારમાં


SHARE







મોરબી : સોલડી નજીક કાર અને ટ્રક અકસ્માતમાં ઘવાયેલ મહિલા સારવારમાં

મોરબીની રહેવાસી મહિલાને સોલડી ગામની પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચી હતી.અકસ્માતનો આ બનાવ સોલડી અને ધાંગધ્રા વચ્ચે થયો હતો જ્યાં ટ્રક ચાલકે કારને હડફેટે લેતા ઘવાયેલ મહિલાને મોરબી ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત મોડીરાત્રિના એકાદ વાગ્યે ધાંગધ્રા અને સોલડી ગામ વચ્ચે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં ટ્રકના ચાલકે કારને હડફેટે લીધી હતી.આ બનાવમાં મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા મંજુલાબેન કૈલાશભાઈ પટેલ નામની ૩૨ વર્ષીય મહિલાને ઇજાઓ પહોંચતા પ્રથમ ધાંગધ્રાની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.જયાં તેણીને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા નારાયણભાઈ ચૌહાણ નામના ૩૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.એ ડિવિઝન પોલીસે પહોંચીને તપાસ હાથ ધરતા ખુલ્યું હતું કે, માળિયા મીંયાણા નજીક આવેલ બ્રિજ પાસે સામસામે ટ્રક અથડાવાનો વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં ઇજાઓ થવાથી નારાયણભાઈ ચૌહાણને ઇજાઓ પહોંચી હતી. હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે માળિયા(મિં.) પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે શોભેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ મધુ સ્મૃતિ સોસાયટીમાં રહેતા ધીરેજગીરી ભવાનગીરી નામનો ૪૮ વર્ષનો યુવાન બાઇક લઈને લાલપર ગામ પાસેથી સર્વિસ રોડ ઉપરથી જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જવાથી ઇજાગ્રત થયેલા ધીરજગીરીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

દાજી જતા સારવારમાં

મોરબીના મકનસર ગામ પાસે રહેતો પ્રવીણ દલાલભાઈ વસુનિયા નામનો ૩૦ વર્ષનો આદીવાસી યુવાન મકનસર ગામ પાસે આવેલ ઈમાનદાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન ગરમ હીટર ચાલુ થતા ગેસ ગડતર થતાં આગ લાગી જતા દાઝી જવાથી તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો જેથી હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આગળની તપાસ કરવામાં આવી છે.






Latest News