માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનામાં જુગાર રમતા કારખાનેદાર સહિત છ જુગારીની ૨૮.૭૬ લાખના મુદામાલ સાથે ધરપકડ


SHARE







મોરબીમાં કારખાનામાં જુગાર રમતા કારખાનેદાર સહિત છ જુગારીની ૨૮.૭૬ લાખના મુદામાલ સાથે ધરપકડ

મોરબી નજીકના સનાળા ગામથી રાજપર ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ કારખાનામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા કારખાનેદાર સહિત કુલ મળીને છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૮૭૬૫૦૦ ની રોકડ તેમજ બે ક્રેટા ગાડી આમ કુલ મળીને ૨૮,૭૬,૫૦૦ મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના સનાળા ગામથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ પ્રમુખ રેસીડેન્સી સોસાયટીમાં કલ્પના બિંદુ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-૨૦૪ માં રહેતા મૂળ ચાચાપર ગામના રહેવાસી કિશોરભાઈ છગનભાઈ સનારીયાનું સિટી એલ્યુમિનિયમ એન્ડ સ્ટીલ નામના કારખાનામાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસે તેના કારખાનામાં જુગારની રેડ કરી હતી ત્યારે કારખાનેદાર કિશોરભાઈ છગનભાઈ સનિયારા (૪૦), નિલેશભાઈ દેવકરણભાઇ સંઘાણી (૩૭), નિલેશભાઈ કેશુભાઈ સનિયારા (૩૧), મહેશભાઈ બાલાજીભાઈ સનિયારા (૩૯), રમેશભાઈ શીવાભાઈ વનગરા (૪૨) અને નિલેશભાઈ ચંદુભાઈ ભીમાણી (૩૯) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૮૭૬૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને બે ક્રેટા ગાડી જેની કિંમત ૨૦ લાખ રૂપિયા આમ કુલ મળીને ૨૮૭૬૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News