માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામમાં લાઈફ સંસ્થા દ્વારા ૧૦૬ મી શાળાનો વર્ચ્યુઅલ શિલાન્યાસકાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના ખરેડા ગામમાં લાઈફ સંસ્થા દ્વારા ૧૦૬ મી શાળાનો વર્ચ્યુઅલ શિલાન્યાસકાર્યક્રમ યોજાયો

વિશ્વના ભિન્ન ભિન્ન દેશોમાં રહેતા ગુજરાતી વતન પ્રેમ અને દેશપ્રેમની જ્યોત દાનની અવિરત સરવાણી વહાવીને વ્યક્ત કરતા હોય છે. એમાંય શૈક્ષણિક સંકુલ માટેનું દાન એટલે ભવિષ્યના ભારતને ઘડવાની આધારશીલા રાખવી. આવું જ ઉદાત્ત કાર્ય "લાઈફ" સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને વર્ષ ૨૦૦૧ થી અત્યાર સુધીમાં ગુજરાતનાં જુદાજુદા ગામોમાં ૧૦૫ જેટલી સરકારી શાળાનોને બનાવી આપવામાં આવ્યા બાદ હાલમાં મોરબી તાલુકાનાં ખરેડા ગામમાં લાઈફ સંસ્થાના દાતાઓના આર્થિક સહયોગથી ૧૦૬ મી શાળા બનાવવા માટે શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજાનાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઇ ગરચરબીઆરસી કોઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજાબીટ કે.ની. ભોજાણી તેમજ સરપંચ શૈલેષભાઈ ગોસ્વામી, ઉપસરપંચ વાસુદેવભાઈ ચાડમિયા તેમજ ગ્રામજનોની વિશેષ હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, આ સંસ્થા દ્વારા મોરબી જિલ્લામાં ૨૭ મી શાળાના નિર્માણ કાર્યને શરૂ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં લાઇફના શશીકાંતભાઈ તથા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને શાળામાં ૧૨ વર્ગખંડ, ઓફિસ અને કન્યા તથા કુમાર માટે અલગ સેનિટેશનની સુવિધા ઊભી કરવામાં આવશે આ ઉપરાંત શાળાના વર્ગખંડોને ડિજિટલ ટેકનોલોજીથી જોડવામાં આવશે જેમાં સ્માર્ટ બોર્ડટેબ્લેટ પણ પુરા પાડવામાં આવશે.






Latest News