માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના શંકર આશ્રમ ખાતે શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેના વ્યાસાસને કથા યોજાશે


SHARE







મોરબીના શંકર આશ્રમ ખાતે શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેના વ્યાસાસને કથા યોજાશે

મોરબીમાં પડાપુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર શંકર આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી ૩ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી કથા યોજાશે તેમાં વ્યાસપીઠ ઉપર કથાકાર કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે લોકોને કથાનું રસપાન કરાવશે

આ કથા દરમિયાન પોથીયાત્રા, શ્રીમદ ભાગવત માહાત્મય, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રીસુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પ્રસંગો ઉજવાશે આ કથાનો સમય બપોરે ૩ થી ૬ કલાક રહેશે. જેથી કરીને જાહેર જનતાને કથાનું રસપાન કરવા માટે આયોજકે અનુરોધ કરેલ છે અને કોઈપણ યજમાનો પોતાના પિતૃઓના ફોટા રાખી અને પોથી પાટલા રાખી શકશે તેના માટે મો.૮૦૦૦૯ ૧૧૪૪૪ ઉપર સંપર્ક કરવા માટે કહ્યું છે

હળવદમાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા ૨૭-૭ ના રોજ  સવારે ૧૧:૦૦ કલાકે ગ્રાન્ટ ઈન એઈડ, સરા રોડ, આઈ.ટી.આઈ. હળવદ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતી મેળામાં મોરબી  જિલ્લાના  ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે,  નિયત સમયે  અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.






Latest News