મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા(મીં)ના ખાખરેચી ગામે ધરાર પ્રેમી સહીત બે આરોપીઓએ પરિણીતાને રહેંસી નાંખી


SHARE





























મોરબી : માળીયા(મીં)ના ખાખરેચી ગામે ધરાર પ્રેમી સહીત બે આરોપીઓએ પરિણીતાને રહેંસી નાંખી

મોરબી જીલ્લાના માળીયા(મિં.) તાલુકાના ખાખરેચી ગામની સીમમાં વાડીમાં રહેતા અને ખેતરમાં મજૂરી કામ કરતાં પરિવારની પરિણીતા સાથે આડાસંબંધ ધરાવતા એક શખ્સ દ્રારા મહિલાને પોતાની સાથે આવવા માટે કહેવામાં આવ્યુ હતુ જો કે તે મહિલાએ તેની સાથે આવવાની ના કહેતા મહિલા ઉપર લોખંડની કોસ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પરણીતાને માથામાં તેમજ હાથે-પગે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને મહિલાનું મોત નિપજયું છે.જેથી બનાવમાં મૃતક મહિલાના પતિએ બે શખ્સોની સામે માળીયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના ખાખરેચી ગામે જીતુભા અમરસંગ જાડેજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રણજીતભાઈ બામેટીયાભાઈ વસાવા (ઉંમર ૫૦) એ તેમના પત્ની શારદાબેન રણજીતભાઇ વસાવા (ઉમર ૪૦) ની હત્યા કરવામાં આવી હોવાની ભુપતભાઇ સવાભાઇ ઠાકોર અને બીજલભઇ સવાભાઇ રાઠોડ રહે બન્ને ઝીંઝુવાડા, તાલુકો પાટણ સુરેન્દ્રનદર હાલ રહે.હાંસલપુર ચોકડી વિરમગામ વાળાની સામે ફરીયાદ નોંધવી છે જેમા તેને લખાવ્યુ છે કે, આરોપી ભુપતભાઈ સવાભાઈ ઠાકોરને તેમના પત્ની શારદાબેન સાથે આડા સંબંધ હતા અને ભુપતભાઈ ઠાકોરે તેમના પત્ની શારદાબેનને તેની સાથે આવવા માટે કહ્યું હતું જો કે શારદાબેને તેની સાથે જવાના ના કહેતા ભુપતભાઇ ઠાકોરે તેને ગાળો આપીને લોખંડની કોસ વડે શારદાબેનને માથાના અને હાથ-પગના ભાગે માર માર્યો હતો જેથી કરીને શારદાબેનને ગંભીર ઇજાઓ થવાના કારણે શારદાબેનનું મોત થયું છે અને આ સમયે આરોપી બિજલ સવાભાઇ રાઠોડે મૃતક મહિલાને પકડી રાખી હતી જેથી કરીને હત્યના આ ગુનામાં માળીયા પોલીસે મૃતક મહિલાના પતિની ફરિયાદ લઈને બંને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરે છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ
















Latest News