મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે બાઈકને અજાણ્યા વાહને હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત


SHARE









વાંકાનેરના ઢુવા પાસે બાઈકને અજાણ્યા વાહને હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત

વાંકાનેર તાલુકાની હદમાં આવતા ઢુવા ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા આધેડના બાઈકને અજાણ્યા વાહન ચાલકે લીધું હતું જેથી કરીને ઈજા પામેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને રાજકોટ સિવિલ મારફતે વાંકાનેર તાલુકો પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા ઢુવા ગામ પાસે રહેતા મૂળ બિહારના રહેવાસી અમિત સુરેન્દ્રનગર વર્મા (ઉંમર ૫૩) પોતાનું બાઈક લઈને રસ્તા ઉપરથી જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઈકને લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં અમિતભાઈ વર્માને ઇજાઓ થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન અમિતભાઈ વર્માનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકો પોલીસને જાણ કરવામાં આવી છે

આપઘાતનો પ્રયાસ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ લાયન્સ નગરમાં રહેતા ખીમજીભાઈ કાનજીભાઈ મકવાણા (૫૦) એ ગઈકાલે સાંજના છ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ચુંદડી વડે ફાંસો ખાઈ જતા તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા હાલમાં પોલીસે આ બનાવવાની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News