મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મચ્છુ નદીના પુલ ઉપરથી નીચે ઝંપલાવીને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE







 

વાંકાનેરમાં મચ્છુ નદીના પુલ ઉપરથી નીચે ઝંપલાવીને વૃદ્ધે કર્યો આપઘાત

વાંકાનેર શહેર નજીક આવેલ મચ્છુ નદીના પુલ ઉપરથી નીચે ઝંપલાવીને વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ સાથે લઈ જવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા જયંતિભાઈ અમરશીભાઈ ટુડીયા (ઉંમર ૬૫) એ વાંકાનેર નજીક આવેલ મચ્છુ નદી ઉપરના પુલ ઉપરથી નદીમાં નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે તેનો દીકરો કૌશિકભાઈ ટુંડિયા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારબાદ આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પી લીધી

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા પાર્વતીબેન કાળુભાઈ પરમાર (ઉંમર ૫૦) કોઈ કારણોસર ઝેરી દવા પી જતા બેભાન હાલતમાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News