મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા ઉપર કર્યો જીતુભાઈ સોમાણીએ અણીદાર આક્ષેપ


SHARE







રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા ઉપર કર્યો જીતુભાઈ સોમાણીએ અણીદાર આક્ષેપ

વાંકાનેર નગરપાલિકાને સત્તાના જોરે સુપર સીડ કરાવવામાં આવી છે ત્યારે પાલિકાના સભ્ય અને લોહાણા સમાજના આગેવાન જીતુભાઈ સોમાણીએ રાજકોટના સાંસદ મોહન કુંડારિયા ગંભીર આક્ષેપ કરેલ છે અને જીતુભાઈ સોમાણીએ કહ્યું છે કે, તે રઘુવંશી  સમાજને ખતમ કરી નાખવા માંગે છે એટલા જ માટે ભ્રષ્ટાચાર મુક્ત પાલિકા હોવા છતાં પણ આ પાલિકાને સુપર સીડ કરવામાં આવી છે અને મોરબી પાલિકામાં છડે ચોક ટકાવારીની ચર્ચા કરવામાં આવી રહી હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો તો પણ ત્યાં કોઈ પગલાં ભાજપના આગેવાનો કે પછી સરકાર દ્વારા કેમ લેવામાં આવેલ નથી તેવો અણીદાર સવાલ પણ કર્યો છે

વાંકાનેરમાં વર્ષોથી ભાજપનો ગઢ ટકાવીને બેઠેલ જીતુભાઈ સોમાણી છેલ્લી પાલિકાની ચૂંટણી પછી ભાજપના સ્થાનિક આગેવાનોની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો અને આ પાલિકામાં સ્થાનિક સભ્યોએ જેના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે નામ આપ્યા હતા તેના સિવાયના મેન્ડેડ ભાજપમાંથી આવ્યા હતા જેથી કરીને ભાજપના જ સભ્યો દ્વારા ભાજપની સામે બળવો કરવામાં આવ્યો હતો અને ત્યાર જ આ પાલિકાને સુપર સીડ કરવા માટેના બીજ રોપાઈ ગયા હતા અને હાલમાં પાલિકાને સુપર સીડ કરવામાં આવી છે ત્યારે પાલિકાના સભ્ય જીતુભાઈ સોમાણીએ સાંસદ મોહનભાઇ કુંડારિયા ઉપર આક્ષેપ કરેલ છે અને કહ્યું છે કે, મોહનભાઇ રઘુવંશી સમાજને સાંસદ ખતમ કરી નાખવા માંગે છે માટે ભ્રષ્ટાચાર વગરની પાલિકાને સુપર સિડ કરાવી છે અને મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિ અને મહિલા ચેરમેનના પતિ ટકાવારીની વાત કરતાં હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો તો પણ તે પાલિકાને સુપર સિડ કેમ કરવામાં આવતી નથી તેવો અણીદાર સવાલ તેને કર્યો છે






Latest News