મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હળવદના સુરવદર પાસેથી બિયરના ૨૮૧ ટીન સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો


SHARE









હળવદના સુરવદર પાસેથી બિયરના ૨૮૧ ટીન સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

હળવદ તાલુકાના સુરવદર ગામથી આગળ ધુળકોટ તરફ જવાના રસ્તે કોઝવે પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના ૨૮૧ ટીન સાથે એક શખ્સ ઝડપાયો હતો જેથી કરીને પોલીસે બિયર તથા મોબાઈલ સહિત કુલ ૪૦૧૨૫ ની કિંમતના મુદ્દામાલ સાથે હાલમાં રાજસ્થાની શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના સુરવદર ગામથી આગળ ધુળકોટ જવાના રસ્તે પાસેથી પસાર થઈ રહેલા રાજસ્થાની શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરની ૨૮૧ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૫૧૨૫ ની કિંમતનો બિયરનો જથ્થો તથા ૫૦૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને ૪૦૧૨૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કેહરારામ હનુમાનરામ ચૌધરી જાતે જાટ (ઉંમર ૩૦) રહે. હુડો કી ધાની, શોભાલા જેતમાલ બીજરાડ ચોહટન જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે

બાળકનું મોત

મોરબી નજીકના પાનેલી ગામે રહેતા રસિકભાઈ ચાવડાનો ચાર વર્ષનો દીકરો નિશિત તેના ઘરે હતો ત્યારે ગત તા.૬ ના સાંજે સાડા છ વાગ્યાના અરસામાં તે અર્ધ બેભાન થઈ ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News