મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હળવદની શાળા નં-૪ ના બે બાળકો જિલ્લા કક્ષાએ કલા મહોત્સવ ઝળકશે


SHARE









હળવદની શાળા નં-૪ ના બે બાળકો જિલ્લા કક્ષાએ કલા મહોત્સવ ઝળકશે

હળવદ-સમગ્ર દેશમાં જ્યારે આઝાદીનું અમૃત વર્ષ એટલે કે આઝાદી મળ્યાને ૭૫ વર્ષ પુરા થઈ રહ્યા છે અને ઠેર ઠેર તેના વધામણાં થઈ રહ્યાં છે ત્યારે હળવદ તાલુકા કક્ષાનો કલા મહોત્સવ ઉજવાયો હતો આ કલા મહોત્સવમાં સરકારી અને ખાનગી શાળાના જે બાળકો અગાઉ હળવદ તાલુકાના કુલ ૧૦ જેટલા સી.આર.સી. કેન્દ્રોમાં પ્રથમ નંબરે આવેલ હતા તે તમામ બાળ કલાકારોએ તાલુકા કક્ષાની કુલ ચાર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં ગાયન, વાદન, ચિત્ર સ્પર્ધા અને બાળ કવિની સ્પર્ધાનું આયોજન થયેલ હતું.જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ધો.૮ ની શિવાની મહેશભાઈ ચાવડા, ગાયન સ્પર્ધામાં પ્રથમ ધો.૮ નો ગૌરવ રમેશભાઈ રાઠોડ, બાળ કવિમાં તૃતિય ધો. ૭ ની વરમોરા ધ્રુવી જીતેન્દ્રભાઈ વિજેતા થયેલ છે જેથી પ્રથમ આવેલા બાળકોને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. હવે તા ૧૫ ના રોજ જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં આ બાળકો ભાગ લેશે જેથી કરીને શાળા પરિવાર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન અને તાલુકા બી.આર.સી મિલનભાઈએ તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News