મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર, માળીયા સહિત જીલ્લામાં કોમી એખલાસ વચ્ચે તાજિયા ઠંડા પડ્યા


SHARE







મોરબી, વાંકાનેર, માળીયા સહિત જીલ્લામાં કોમી એખલાસ વચ્ચે તાજિયા ઠંડા પડ્યા

મોરબી, વાંકાનેર, માળીયા સહિત જીલ્લામાં ઈસ્લામ ધર્મમાં 'ઇદ' એ આનંદ-ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ ક્રુરત ઈમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની યાદમાં મનાવાતો શોકનો તહેવાર છે. દસ દિવસીય આ પર્વ દરમિયાન મુસ્લિમ સમાજ અમુક નિયમોનું ખાસ પાલન કરે છે અને રોજા રાખે છે. કરબલાની દુઃખદ ઘટના આજથી આશરે ૧૪૦૦ વર્ષ પૂર્વે બની હતી.પયગમ્બરે ઈસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલ્લાના નવાસા દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અલહિસ્સલામે પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી. આમ શહીદોની યાદમાં મનાવાતા આ પર્વમાં વાંકાનેર માં મુસ્લિમ સમાજે પણ બંદગી કરી હતી. વાંકાનેર ના મુસ્લિમ એરિયામાં માંબનાવવામાં આવેલા તાજિયા પડમાં આવ્યા હતા અને શહેરનાં મુખ્ય વિસ્તારોમાં તાજિયાનું શાંતિપૂર્ણ ઝુલુસ નીકળ્યું હતું. એ દરમિયાન હિન્દુ-મુસ્લિમ પરિવારોએ રોજા સહિત ખડી ચોફી તેમજ અન્ય માનતાઓ ભાવપૂર્ણ પૂરી કરી, શ્રધ્ધા ભાવ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલેખનીય છે કે, મોરબી શહેરમાં દર વર્ષ ૧૧ તાજિયા નીકળે છે જે માતમમાં આવ્યા હતા અને નહેરુ ગેઇટ ચોકમાં તમામ તાજિયા આવ્યા તમામ તાજિયા ઠંડા પડ્યા હતા






Latest News