મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હળવદના ચરડવા પાસે રોંગ સાઇડમાં આવેલ બાઇક અથડાતાં પોલીસકર્મીના દીકરા સહિત બેને ઇજા


SHARE









હળવદના ચરડવા પાસે રોંગ સાઇડમાં આવેલ બાઇક અથડાતાં પોલીસકર્મીના દીકરા સહિત બેને ઇજા

હળવદ તાલુકાના ચરડવા પાસે આવેલ સરકારી દવાખાના નજીકથી પોલીસ કર્મચારીનો દીકરો બાઇક લઈને હળવદ તરફ જતો હતો ત્યારે પોલીસ કર્મચારીના દીકરાના બાઈકની સાથે સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા આધેડે તેનું બાઈક અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં યુવાન સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકા પોલીસ લાઈનના બ્લોક નં.૧ માં કવાર્ટર નં-૨ ની અંદર રહેતા પોલીસ કર્મચારી નવનીતભાઈ નિમાવતનો દીકરો ચિરાગભાઈ (ઉંમર ૨૨) બાઈક નંબર જીજે ૩૬ એચ ૭૧૯૬ લઈને હળવદ તરફ જતા હતા ત્યારે તેની સામે રોંગ સાઈડમાં આવેલ બાઇક નંબર જીજે ૧૩ કયું ૭૯૧૬ ના ચાલક ત્રિભોવનભાઈ રણછોડભાઈ દલવાડી રહે. ચરાડવા વાળાએ રોંગ સાઈડમાં પોતાનું બાઈક ચલાવીને ચિરાગભાઈના બાઈક સાથે તેનું બાઇક અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી ચિરાગભાઈ નિમાવત તથા તેની સાથે બાઈકમાં બેઠેલ તેનો મિત્ર સંદીપ મનસુખભાઇ દાલવાદીને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ચિરાગભાઈ નિમાવતે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફન વર્લ્ડ પાસેથી ડબલ સવારો બાઈક પસાર થતું હતું જે બાઈકને રોકીને પોલીસે બાઈક ચાલકોને ચેક કરતા તેની પાસેથી ૧૦૦ લિટર  દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૨૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૭૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક નં. જીજે ૩ ડીટી ૪૫૬૨ આમ કુલ મળીને પોલીસે ૭૨ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ભુપતભાઈ નાગજીભાઈ વિકાણી (૪૦) રહે. સનાળા મુરલીધર હોટલ પાછળ અને કેતનભાઇ રમેશભાઈ લખલાણી (૩૯) રહે. હડાળા મોમાઈ હોટલ પાછળ વાળાની ધરપકડ કરેલ છે




Latest News