મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના મેરૂપરમાં સરકારી જમીન ઉપર કબજો કરનારા ત્રણ શખ્સોની સામે મામલતદારે કરી લેન્ડ ગ્રેબિંગ


SHARE









હળવદના મેરૂપરમાં સરકારી જમીન ઉપર કબજો કરનારા ત્રણ શખ્સોની સામે મામલતદારે કરી લેન્ડ ગ્રેબિંગ

હળવદ તાલુકાના મેરૂપર ગામે સરકારી જમીન ઉપર ત્રણ શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેથી હળવદના મામલતદાર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના મામલતદાર નાનજીભાઈ સુદામજી ભાટ્ટી (૫૭) એ હાલમાં હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતા રમેશભાઈ ભુદરભાઈ પટેલ, મનસુખભાઈ ભુદરભાઈ પટેલ અને વિભાભાઈ રાહાભાઈ રબારીની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૯ થી આજ દિવસ સુધી ત્રણેય શખ્સો દ્વારા હળવદ તાલુકાના મેરૂપર ગામે સરકારી જમીન ઉપર સર્વે નંબર ૩૭૧  પૈકી ૧, પૈકી ૧ વાડી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરી આર્થિક ઉપજ મેળવી જમીન પર આજ દિવસ સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખે જમીનને પચાવી પાડેલ છે જેથી કરીને મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને આ ફરિયાદ આધારે મેરૂપર ગામના ત્રણ શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News