મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરની શિવપાર્ક સોસાયટીમાંથી નાઈટ ટીશર્ટ-પેન્ટનો દોઢ લાખનો માલ ભરેલ કારની ચોરી


SHARE







વાંકાનેરની શિવપાર્ક સોસાયટીમાંથી નાઈટ ટીશર્ટ-પેન્ટનો દોઢ લાખનો માલ ભરેલ કારની ચોરી

વાંકાનેર શહેરમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરવામાં આવેલ ઇકો ગાડીને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે અને આ ગાડીની અંદર નાઈટ ટીશર્ટ અને પેન્ટનો દોઢ લાખનો માલ પણ ભરેલો હતો જેથી કરીને સાડા પાંચ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોવાની યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો વધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની શિવપાર્ક સોસાયટી શેરી નં-૩ ની અંદર રહેતા યોગેશભાઈ પ્રવીણભાઈ મચ્છોયા જાતે રાવળદેવ (ઉંમર ૨૬) એ હાલમાં અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓની ઇકો કાર નંબર જીજે ૩૬ આર ૬૯૧૧ જેની કિંમત ૪૦૦૦૦૦ અને તેમાં નાઈટ ટીશર્ટ અને પેન્ટનો દોઢ લાખ રૂપિયાની કિંમત નો માલ ભરેલો હતો આમ કુલ મળીને સાડા પાંચ લાખ રૂપિયાની કિંમતના મુદ્દા માલની ગત તા.૨૮ ના રાત્રીના ૧૨ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના પાંચ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News