મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના નવા ધનાળાના નજીક બંધ આઇસરમાં બોલેરો ઘૂસી જતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE









હળવદના નવા ધનાળાના નજીક બંધ આઇસરમાં બોલેરો ઘૂસી જતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

હળવદ તાલુકાનાં નવા ધનાળાના પાટીયા પાસે થોડા સમય પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ ઉપર પાર્ક કરેલ આઇસરમાં બોલેરો ગાડી અથડાઇ હતી જેથી કરીને યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો જો કે, સર્વમાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના સાઢુભાઈએ હાલમાં આઇસર ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ પૃથ્વી કોમ્પ્લેક્ષની સામે ઠાકરો વાસ બાવળા વાળા સંજયભાઇ રમણભાઇ સોડાલા જાતે ઠાકોર (૩૨)એ હાલમાં આઇસર ટ્રક રજી નં. જીએ ૧૨ બીએકસ ૪૫૪૭ ના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નવા ધનાળા પાટીયા થી આગળ જાહેર રોડ ઉપર ગત તા.૧૭/૦૮/૨૦૨૨ સવાર ના આશરે સાડા છએક વાગ્યાના સુમારે તેના સાઢુભાઇ પોપટભાઇ સોમાભાઇ ઠાકોર (૩૦) રહે. રધવાણજ ગામ તાલુકો માતર વાળા બોલેરે પીકઅપ ગાડી નબર જીજે ૨૭ એક્સ ૯૫૮૭ લઈને જતાં હતા ત્યારે આઇસર ચાલકે તેનું વાહન રોડ ઉપર પાર્ક કરી પાર્કીગ લાઇટ ચાલુ રાખી ન હતી જેથી કરીને ફરિયાદીના સાઢુભાઈની ગાડી તેમાં અથડાઇ હતી અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા થવાથી પોપટભાઇ સોમાભાઇ ઠાકોરને સારવારમાં ખસેડાયા હતા અને સરવારનો જે ખર્ચ થાય તે આપવાનું આરોપીએ કહ્યું હતું જો કે, સમાધાન ન થતાં હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસર ચાલક સામે ગુનો ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે




Latest News