મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રિક્ષા ઊભી રાખવાની માથાકૂટમાં યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રિક્ષા ઊભી રાખવાની માથાકૂટમાં યુવાન ઉપર છરી વડે હુમલો

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર રીક્ષા ઉભી રાખવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં-૨ માં રહેતા ઇનાયતભાઈ અયુબભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (ઉંમર ૨૫) વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર રેલવેના નાલા નીચે હતા ત્યારે રીક્ષા ઉભી રાખવા બાબતે ઝાકીરભાઇ મહમદભાઈ રાઠોડ અને નૂરમહંમદભાઈ મકવાણા રહે બંને લક્ષ્મીપરા વાળા સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઇનાયતભાઈ ત્યાંથી નીકળી ગયા હતા ત્યારે બંને આરોપીઓએ રિક્ષા વડે તેનો પીછો કર્યો હતો અને ઝાકીરભાઇ રાઠોડએ તેની પાસે રહેલ છરી વડે ઇનાયતભાઈને ઇજા કરી હતી અને નૂરમહંમદભાઈ મકવાણાએ ધોકા વડે માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પીપરવાડિયાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ બે શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના ગારીયા ગામના પુલ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા જયસુખભાઈ ધરમશીભાઈ રોજાસરા જાતે કોળી (૨૮) રહે. ગારીયા અને શૈલેષભાઈ મલાભાઇ રાતડીયા જાતે ભરવાડ (૪૮) રહે. સિપાઈ શેરી વાંકાનેર વાળા આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News