મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના કલામહાકુંભમાં વાંકાનેરનું નામ રોશન કરતી એસ.એમ.પી.હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ 


SHARE







મોરબી જિલ્લા કક્ષાના કલામહાકુંભમાં વાંકાનેરનું નામ રોશન કરતી એસ.એમ.પી.હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ 

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત "આઝાદીકા અમૃત મહોત્સવ" અંતર્ગત મોરબી જિલ્લા કક્ષા કલામહાકુંભમાં વાંકાનેરનું નામ એસ.એમ.એ.પી. હાઈસ્કુલ સિંધાવદરની ઇરમબાનુ વકાલીયા અને અંકિતા ચાવડા તેમજ પરાસરા મુફરીને નામ રોશન કર્યું છે ટંકારાના વીરપર ગામ પાસે આવેલ નાલંદા વિદ્યાલય મોરબી મુકામે કલામહાકુંભ યોજાયો હતો.જેમાં જિલ્લાભરમાંથી અલગ અલગ સ્પર્ધામાં ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં સાહિત્ય વિભાગની નિબંધ સ્પર્ધામાં ધોરણ ૯ ની વિદ્યાર્થિની વકાલીયા ઇરમબાનુ નિઝામુદ્દીન (ખીજડીયા)એ તમામ સ્પર્ધકોમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. અને સર્જનાત્મક પ્રવૃતિમાં ચાવડા અંકિતા ચંદ્રકાંત (સિંધાવદર)એ પ્રથમ નંબર મેળવ્યો હતો.તેમજ એકપાત્રિય અભીનયમાં પરાસરા મુફરીન હુશેન (ખીજડીયા)એ ત્રીજો નંબર મેળવીને એસ.એમ.પી. હાઈસ્કૂલ તેમજ સમગ્ર વાંકાનેર નું નામ રોશન કર્યું છે. આ સફળતા બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તેમજ નાકીયાએ અને શાળાના આચાર્ય બાદી તેમજ સમગ્ર સ્ટાફ ગણે પણ અભિનંદન આપ્યા હતા. આવનારા દિવસોમાં પ્રદેશ કક્ષાના કલામહાકુંભમા સાહિત્ય વિભાગમા ઇરમબાનું વાકાલીયા અને સર્જનાત્મક પ્રવુતિમાં ચાવડા અંકિતા મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે






Latest News