મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડીમાં દારૂ વેચવાની ના કહેતા પિતા-પુત્ર સહિત પાંચ ઉપર બુટલેગર સહિત પાંચ શખ્સોનો હુમલો


SHARE







વાંકાનેરના રાતીદેવડીમાં દારૂ વેચવાની ના કહેતા પિતા-પુત્ર સહિત પાંચ ઉપર બુટલેગર સહિત પાંચ શખ્સોનો હુમલો

વાંકાનેરના રાતીદેવડી ગામે આવેલા માતાજીના મંદિર પાસે દારૂ વેચવાની ના પાડતાં વણકર પ્રોઢ અને તેના દીકર તથા ભત્રીજા ઉપર ધોકા, પાઇપ અને કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને પાંચ વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાતીદેવડી ગામે રહેતા અને કડિયા કામ કરતાં લાલજીભાઇ મલાભાઇ વોરા (૫૩), તેનો દીકરો દિલીપ (૨૪) અને પ્રકાશ (૨૩) તથા ભત્રીજા નરેન્દ્ર હેમરાજભાઇ વોરા (૨૨) અને હેમરાજભાઇ દાનાભાઇ વોરા (૫૨) ગામમાં હતા ત્યારે ગામમાં આવેલા માતાજીનાં મઢ પાસે મુકેશભાઇ વણકરતેના દીકરો અનિલદિવ્યેશ તેમજ તેની સાથે યોગેશ તથા અજાણ્યા શખ્સ દ્વારા ધોકા, પાઇપ આબે કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો અને પાંચ વ્યક્તિને ઇજા કરવામાં આવતા તમામને વાંકાનેરમાં પ્રાથમીક સારવાર આપીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે લાલજીભાઇના કહેવા મુજ્બ સામેવાળા લોકો માતાજીના મઢ નજીક દારૂ વેંચતા હતા જેથી કરીને તેને દારૂ વેચવાની ના પાડતાં તે શખ્સોએ ઝઘડો કરીને હુમલો કર્યો હતો આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, હજુ સુધી આ બનાવની પોલીસે ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ નથી






Latest News