હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ મોરબી નજીક કારખાના પાસે ઝાડ સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કુંભારીયા-હળવદમાં જુગારની બે રેડ: પાંચ જુગારી પકડાયા, ૩ નાશી ગયા


SHARE











મોરબી જીલ્લામાં કુંભારીયા-હળવદમાં જુગારની બે રેડ: પાંચ જુગારી પકડાયા, ૩ નાશી ગયા

મોરબી જીલ્લામાં કુંભારીયા અને વેણાસર ગામની વચ્ચે આવેલ કેનાલ પાસે તેમજ હળવદ ટાઉન જંગરીવાસ પાછળ તલાવના કાંઠે જુગારની બે રેડ કરી હતી ત્યારે પોલીસે કુલ મળીને પાંચ જુગારીને પકડી લીધા હતા જો કે, ત્રણ જુગારીઓ નાશી ગયા હતા જેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

માળીયા તાલુકાનાં કુંભારીયા અને વેણાસર ગામની વચ્ચે આવેલ કેનાલ પાસે ખુલ્લા પટમા જુગાર રમતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી જો કે, છ જુગારીઓમાથી પોલીસે ત્રણ જુગારીને ઝડપી લીચા હતા જેમાં ચંદુલાલ બચુભાઇ ધામેચા, કીશોરભાઇ હરજીભાઇ મેવાળા અને બળદેવભાઇ રાણાભાઇ સીસણોદા મળી આવેલ છે જો કેત્રિકમભાઇ રામજીભાઇ પંચાસરા, સંજયભાઇ સોંડાભાઇ ઠાકોર અને અનિલભાઇ ભુદરભાઇ મોરતરીયા પોલીસને જોઈને નાશી ગયા હતા જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે હાલમાં પોલીસે પકડાયેલા જુગારીઓ પાસેથી રોકડા રૂપીયા ૧૧૬૦૦ કબજે કરેલ છે

હળવદ ટાઉન જંગરીવાસ પાછળ તલાવના કાંઠે જાહેરમા જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી અને અસીમભાઇ અકબરભાઇ ભટી તથા ધર્મેન્દ્રભાઇ પ્રદીપભાઇ જોષી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૬૨૦૦ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News