મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના ખેલાડીઓએ સૌ.યુનિ.ની કુસ્તી સ્પર્ધામાં ઝળહળતી સફળતા મેળવતા ભાજપ દ્વારા સન્માનીત કરાયા


SHARE













વાંકાનેરના ખેલાડીઓએ સૌ.યુનિ.ની કુસ્તી સ્પર્ધામાં ઝળહળતી સફળતા મેળવતા ભાજપ દ્વારા સન્માનીત કરાયા

વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાના કાર્યક્રમને લઈને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ, જિલ્લા અને તાલુકા ભાજપના હોદેદારો અને જિલ્લા પંચાયતના સદસ્યો, વાંકાનેર નગરપાલિકાના પૂર્વ સદસ્યો, તેમજ વાંકાનેર શહેર તેમજ તાલુકા સંગઠન તથા વિવિધ મોર્ચાના હોદ્દેદારો તેમજ સેલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગ બાદ દોશી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રમતવીરોનું ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં વાંકાનેરના રમતવીરોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન હતું જેથી ટોળીયા શૈલેષ લક્ષ્મણભાઇ (૫૭ કિલો)એ ગોલ્ડ મેડલ મેળવ્યો છે જેથી કરીને તે હવે નેશનલમાં રમવા કોલાપુર (મહારાષ્ટ્ર) ખાતે જશે તે ઉપરાંત ધરોડીયા આશિષ જયેશભાઇ યોગા સ્પર્ધામાં નેશનલ લેવલે પસંદ થયેલ અને તે ભુવનેશ્વર ખાતે રમવા જશે. સાથે તેને કુસ્તી સ્પર્ધા (૬૫ કિલો) માં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે તો ડાભી જયમીન રાજેશભાઇ, સનુરા વિજય મગનભાઈ અને બાંભવા અવધ દિનેશભાઇકુસ્તી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે જે ખેલાડીઓનું મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, વાંકાનેરના પ્રભારી નિકુંજભાઈ કોટક, હીરાભાઈ બાંભવા સહિતના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા






Latest News