માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં એસિડ પી ગયેલ યુવાને રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીમાં એસિડ પી ગયેલ યુવાને રાજકોટ ખસેડાયો

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા યુવાને કોઈ કારણોસર એસિડ પી લેતા તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા હાર્દિક કાનાભાઈ મકવાણા નામનો ૨૫ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર એસિડ પી ગયો હતો.જેથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. બનાવની જાણ થતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા અફઝલ ફિરોજભાઈ ડોસાણી નામના ૨૦ વર્ષના યુવાનને નગરદરવાજા પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવારમાં લઈ જવાયો હતો.બાદમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ કરતા ખુલ્યું હતું કે અફઝલ ડોસાણી પોતાના મિત્રો સાથે બેઠો હતો અને ત્યારે સામું જોઇને કાતર મારવા બાબતે બોલાચાલી થયા બાદ મિત્ર સાથે ઝપાઝપી થઈ હતી જેમાં તેને ઇજાઓ પહોંચી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતો કિંજલભાઈ કુંવરભાઈ ખીમાણીયા નામનો ૩૩ વર્ષનો યુવાન દહીંસરા અને વવાણીયા વચ્ચેથી બાઇક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઇ જતા ઈજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા હિંમતભાઇ સોમજીભાઈ સુરેલા નામના ૬૮ વર્ષીય આધેડ મંગળપુર ગામના પાટીયા પાસેથી બાઈકમાં જતા હતા તે દરમિયાન ત્યાં તેમનું બાઇક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેમને પણ સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને હળવદ તાલુકાના જ કડીયાણા ગામે રહેતા ગીતાબેન અશોકભાઈ નાયક નામની ૩૫ વર્ષની મહિલાએ કપાસમાં છાંટવાની દવા પી લેતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

વૃદ્ધા સારવારમાં

મોરબી નજીકના રાજપર ગામે રહેતા મુક્તાબેન લક્ષ્મણભાઈ મારવાણીયા નામના ૭૦ વર્ષીય વૃદ્ધા બાઈકમાં બેસીને ઘરેથી વાળી(ખેતર) તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેમના બાઇકની આડે ગાય ઉતરતા બાઈક પલ્ટી મારી ગયું હતું. જેથી ઇજાગ્રસ્ત થયેલા મુક્તાબેનને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જ્યારે મોરબીના પીપળીયા ગામે રહેતો સુમિત જયેશભાઈ જાદવ નામનો ૧૩ વર્ષનો બાળક સાયકલ લઈને જતો હતો ત્યારે તે બજરંગ નામની દુકાન પાસે સાયકલમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી સુમિતને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા તૌસીફ મહેબૂબ બ્લોચ નામના ૨૫ વર્ષના યુવાનને મોરબીના રવાપર રોડ ઉપર સહકાર મેડિકલ નજીક કોઈ બાબતે મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી સારવારમાં ખસેડાયો હતો.






Latest News