મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના કોટડાનાયાણી ગામે કડિયા કામ કરતો યુવાન ઉપરથી નીચે પટકાતાં મોત નીપજયું


SHARE













વાંકાનેરના કોટડાનાયાણી ગામે કડિયા કામ કરતો યુવાન ઉપરથી નીચે પટકાતાં મોત નીપજયું

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે કડિયા કામ કરતા સમયે પહેલા માળ ઉપરથી યુવાન નીચે પટકાયો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને રાજકોટ સારવાર માટે લઈને ગયા હતા જો કે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનની મોત નીપજયું છે જેથી અકસ્માટ મૃત્યુના બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસને રાજકોટ સિવિલ મારફતે જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

વાંકાનેરના દિવાનપરા વિસ્તારની અંદર રહેતો અને કડિયા કામ કરતો સુનિલ મનુભાઈ દેત્રોજા (ઉંમર ૨૧) નામનો યુવાન વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે અહેમદભાઈ કાતિયારના ઘરે કડિયા કામ કરી રહ્યો હતો ત્યારે પહેલા માળેથી તે નીચે પટકાતા તેને શરીરે ગંભીર થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી હાલમાં અકસ્માત મૃત્યુના બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે દરમિયાન મૃતક યુવાનના ભાઈ સાથે થયેલ વાત મુજબ મૃતક સુનિલ દેત્રોજા કડિયા કામ કરતો હતો અને તે અહેમદભાઈના ઘરે કડિયા કામ કરવા માટે ગયો હતો ત્યારે કોઈ પણ કારણોસર અકસ્માતે તે ઉપરથી નીચે પડ્યો હોવાનું હાલમાં અહેમદભાઈ પાસેથી જાણવા મળ્યું છે અને અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ સુનિલ ત્રણ ભાઈમાં સૌથી મોટો હતો

ઓલાઆઉટ પી ગયો

વાંકાનેરમાં જીનપરા વિસ્તારની અંદર રહેતો અનિલ રાજેશભાઈ સોલંકી (ઉમર ૩૧) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તે ઓલઆઉટ પી ગયો હતો જેથી ઝેરી અસર થઈ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છે યુવાન સિલાઈ કામ કરતો હતો અને સિલાઈ કામ ઘણા સમયથી બરોબર ચાલતું ન હતું જેથી કંટાળી જઈને તેને ઓલ આઉટ પી લીધું હતું






Latest News