મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામે માલીકીની જમીન ઉપર દબાણ કરીને કર્યું વાવેતર: લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરના લાકડધાર ગામે માલીકીની જમીન ઉપર દબાણ કરીને કર્યું વાવેતર: લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના સર્વે નંબરમાં માલિકીની જમીન ઉપર કબજો કરીને તે જમીન પચાવી પાડી છે અને તેના ઉપર વાવેતર કરવામાં આવ્યું હતું જેથી કરીને જમીનના માલિક દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટીમાં કામધેનુ એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલભાઈ અમરશીભાઈ પટેલ (ઉંમર ૪૬) એ લાકડધાર ગામના કાનાભાઈ ભલાભાઇ સરવૈયા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓની માલિકીની વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે સર્વે નંબર ૧૭૬ પૈકી ૧ વાળી ૨૯૨૩૮ ચોરસ મીટર જમીન પૈકી ૩૪૪૦ ચોરસ મીટર જમીન પચાવી પાડીને આરોપીએ તેના ઉપર કબજો કરી લીધેલ છે અને ત્યાં તેના દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે અને જેથી હાલમાં યુવાને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News