હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાનો ઢોર પકડવાનો કોન્ટ્રાકટ માત્રા બીલ બનાવવા કે ભ્રષ્ટાચાર માટે ?: રમેશભાઈ રબારી


SHARE

















મોરબીમાં પાલિકાનો ઢોર પકડવાનો કોન્ટ્રાકટ માત્રા બીલ બનાવવા કે ભ્રષ્ટાચાર માટે ?: રમેશભાઈ રબારી

મોરબી શહેરમાથી રખડતા ઢોરને પકડવા માટે અને દંડની જાહેરાત પાલિકાના અધિકારી અને પદાધિકારીએ દ્વારા કરવામાં આવી હતી જો કે, આજની તારીખે પણ શહેરના મોટાભાગના રોડ રસ્તા ઉપર રખડતા ઢોર જોવા મળે છે જેથી કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ દ્વારા પાલિકાના પદાધિકારીઓ સામે નિશાન તાકવામાં આવ્યું છે અને ઢોર પકડવા માટેનો કોન્ટ્રાકટ માત્રા બીલ બનાવવા કે ભ્રષ્ટાચાર કટકી કરવા માટે આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ બી. રબારીભા.જ.પ. શાસિત મોરબી પાલિકાના પદાધિકારોની સામે નિશન તાકયુ છે અને શહેરમાં રખડતા પશુઓને પકડ માટેની જાહેરાત કરવામાં આવી હતી જો કે, તે ઝુંબેશનું સુરસુરિયુ થયુ ગયું હોવાનો ઢોર પકડ કોન્ટ્રાકટ માત્રા બીલ બનાવવા કે ભ્રષ્ટાચાર કટકી કરવા માટે આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે મોરબી શહેરમાં દરેક વિસ્તારમાં ખુંટીયાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે આ બાબતે અનેક રજુઆતો પછી પાલિકાએ પશુ પકડવાનો કોન્ટ્રાકટ આપ્યો છે જો કે, ઢોર પકડવાની કામગીરી ગોકળગતિએ કરવામાં આવી રહી છે જેથી આ રખડતા ઢોર રાહદારીઓ, આબાલવૃધ્ધ સહિત શહેરના દુકાનદારો તેમજ વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બને ગયેલ છે આવા સમયે કોન્ટ્રાકટર દ્વારા કેમ ઝડપથી ઢોર પકડવામાં આવતા નથી તે સમજાતું નથી

 જો પાલિકા  દ્વારા ખરેખર કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો હોય તો માત્રને માત્ર કાગળ પર જ કામ દર્શાવીને પશુ પકડની મસમોટી રકમ ચાઉ થાય છે ? તેવો આક્ષેપ તેઓએ કર્યો છે અને મોરબીની પ્રજાને પશુઓના ત્રાસમાંથી ત્વરીત મુકિત અપાવવાની માંગ કરેલ છે હાલમાં પાલિકામાં ભાજપનું એકચક્રી શાસન છે ત્યારે તેઓની આ બાબતે પ્રજાના જાનમાલની સલામતીની સંપૂર્ણ જવાબદારી રહે છે અને પશુઓ જાહેર રસ્તાઓ પર આખલા યુધ્ધ કરતાં હોય છે ત્યારે લોકોના જીવ પડિકે બાંધતા હોય છે અને ઘણા કિસ્સામાં કોઈને હડફેટે લીધા હોય તેમાં અમૂકના મોરબીમાં મોત પણ થયા છે ત્યારે દરેક સુધરાઈ સભ્યોએ તેમના વોર્ડની ચિંતા કરી આ પ્રશ્નો ઉકેવા માટે નક્કર કામ કરે તે જરૂરી છે

હાલમાં લોકોમાં થતી ચર્ચા મુજબ માત્ર માસિક હપ્તાઓથી સભ્યો દ્વારા સંતોષ માની લેવામાં આવે છે શું આટલા માટે જ તમો સદસ્ય ચુટાયા છો ?  તેવો સવાલ કરેલ છે અને જો કે, આ વાતમાં તથ્ય હોય તો તેની ચોક્કસ તપાસ થવી જ જોઈએ પ્રજાની હાડમારી દૂર કરવી દરેક સભ્યની પ્રાથમિક ફરજ છે જો કે, તેમાં અધિકારી અને પદાધિકારીએ નિષ્ફળ છે અને જ્યારથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારથી લઈને આજ સુધીમાં કેટલા રેઢીયાળ ઢોર પકડયા અને કયાંથી પકડાયા છે ? તંત્ર દ્વારા તેમને કયાં રાખવામાં આવ્યા છે ? તેની વિગત લોકો સમક્ષ જાહેર કરવી જોઈએ તેવી માંગ રમેશભાઈએ કરેલ છે 




Latest News