મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

માળીયા(મી)નાં પિપળીયા ચાર રસ્તા પાસે આવેલ ઝેરી ધુમાડા ઓકતા કારખાનને બંધ કરવા મામલતદારને રજૂઆત


SHARE













માળીયા(મી)નાં પિપળીયા ચાર રસ્તા પાસે આવેલ ઝેરી ધુમાડા ઓકતા કારખાનને બંધ કરવા મામલતદારને રજૂઆત

માળીયા તાલુકાનાં પિપળીયા ચાર રસ્તાથી સરવડ ગામ વચ્ચે આવેલા કારખાનામાં પ્લાસ્ટીક તથા વાહનોના ટાયર ઓગાળવાનો તથા નવા ટાયરો બનાવવાની કામગીરી કરવામાં આવે છે જેથી કરીને તેમાથી ઝેરી ધુમાડાઓ સતત ઉડતા હોય છે જે લોકોને તેમજ ખેતીના પાકને નુકશાની કરે છે જેથી કરીને આ કારખાનામાં ફેરફાર કરવામાં આવે અથવા તો તેને સીલ કરવામાં આવે તેવી માંગ સરદારનગર આગેવાન દ્વારા કરવામાં આવી છે અને આ મુદે માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

માળીયા તાલુકાનાં સરદારનગર (સરવડ) ગામે રહેતા કૌશિકકુમાર એસ. લોદરીયાએ માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરીને વાતાવરણ પ્રદુષણ કરતી ફેકટરીનો પ્લાન્ટમાં ફે૨ફાર કરાવવા અથવા સંપુર્ણ સીલ કરવાની માંગ કરેલ છે તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, માળીયા-જામનગ૨ હાઈવેની મધ્યમાં પિપળીયા ચાર રસ્તા અને સરવડ ગામનું લોકેશન આવે છે ત્યાં બોસ રબ્બર નામની ફેકટરી આવેલી છે જેમાં પ્લાસ્ટીક તથા વાહનોના ટાયર ઓગાળવાનો તથા નવા ટાયરો બનાવવાની કામગીરી કરવામાં આવે છે જેથી ઝેરી ધુમાડાઓ સતત ઉડતા હોય છે માટે વાહન ચાલકો સહિતનાને ગુંગળામણનો અનુભવ થાય છે પરંતુ કાયમી વસવાટ કરતાં લોકોને ભારે મુશકેલીનો સામનો કરવા પડી રહ્યો છે જેમાં પિપળીયા, સરવડ, ચાંચાવદરડા, તરઘરી, મહેન્દ્રગઢ, મોટાભેલા વગેરે ગામડાઓ આવે છે તે લોકોની હાલત શું થતી હશે તે પ્રશ્ન છે આ ધુમાડાથી શ્વાસોશ્વાસની ક્રિયા વખતે ગુંગળામણ અનુભવતા હોય છે અને બિમાર લોકો, પ્રેગનન્ટ મહીલાઓ, બાળકો સહિતના લોકોને હેરાન થવું પડે છે ત્યારે પીપળીયા ગામે કારખાનાની નજીકમાં જ આઈ.ટી.આઈ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે ત્યા અભ્યાસ અર્થે આવતા બાળકોની શુ હાલત થતી હશે ? ખેડૂતોના ખેતીના પાકને કેટલું નુકશાન થતું હશે ? આવા અનેક સવાલો છે ત્યારે સતત પ્રદૂષણ ઓકતા કારખાનામાં ફેરફાર કરવામાં આવે અથવા તો તેને સીલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News