મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિધવા મહિલાને પગભર કરવા અનોખી પહેલ


SHARE







મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિધવા મહિલાને પગભર કરવા અનોખી પહેલ

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બહુ જ જરૂરિયાત મંદ બ્રાહ્મણ વિધવા મહિલા નલીનીબેન જોશીને તેમની આજીવિકા ચલાવવામાં મદદરૂપ થાય તેવી સિલાઈ મશીન ભેટ આપવામાં આવી હતી. આજે ધનવાન તો તેની જાતે કોઈપણ વસ્તુ ખરીદી શકે છે પરંતુ એવો વર્ગ કે જાતે ખરીદી નથી શકતી કે નથી હાથ લાંબો કરી શકાય તો આવા જ એક જરૂરિયાત મંદ બ્રાહ્મણ મહિલાને સિલાઈ મશીન ભેટ આપીને તેમને પોતાના પગ પર ઉભા કરીને આત્મનિર્ભર બનાવવાનું પગલું મુસ્કાન ક્લબના સભ્ય બલ્કેશજી મીનાબેન તથા કવિતાબેન મોદાણી આ બંને વ્યક્તિનો યોગદાન મળેલ છે આ પ્રોજેક્ટને સફળ બનાવવા રંજનાબેન સારડા, પ્રીતિબેન દેસાઈ, માલાબેન કક્કડ, ચંદાબેન કાબરા, કુસુમબેન મિશ્રા, રેખાબેન મોર, નિશાબેન બંસલ, ચેતનાબેન અગ્રવાલ, કલ્પનાબેન શર્મા, કિરણ પ્રીત કોર, રંજનબેન ભાયાણી અને કાજલબેન મહેતા સહિતના સભ્યોએ હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.




Latest News