મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં બંધ ઉભેલા કન્ટેનર ઉપરથી નીચે પટકાતા મજૂર યુવાનનું મોત


SHARE













વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં બંધ ઉભેલા કન્ટેનર ઉપરથી નીચે ટકાતા મજૂર યુવાનનું મોત

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ગ્રેસ્ટોન સીરામીક કારખાનામાં બંધ કન્ટેનર ઉપરથી નીચે ટકાતા માથામાં ગંભીર થવાથી મજૂરી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ગ્રેસ્ટોન સીરામીક કારખાનામાં કામ કરતો અને ત્યાં જ રહેતો રાજીવરંજનકુમાર નાગેશ્વરસિંહ (ઉંમર ૩૦) કારખાનામાં બંધ ઉભેલ ટ્રક કન્ટેનર ઉપર ચડ્યો હતો અને ત્યાંથી અકસ્માતે તે નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા

ટંકારા તાલુકાના લજાઈ ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવમાં પ્રકાશભાઈ દેવજીભાઈ મકવાણા (ઉંમર ૩૫) ને જાઓથી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતો જયેશ બાબુભાઈ વીંજવાડીયા (૧૮) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે માળિયાની તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે






Latest News