મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરનારને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિને માર મરનારા ત્રણ શખ્સોની ધરપકડ


SHARE









માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરનારને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિને માર મરનારા ત્રણ શખ્સોની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનના ભાભીનો પીછો કરતા હોવાની શંકા રાખીને એક શખ્સને સમજાવવા માટે થઈને ત્રણ વ્યક્તિઓ ગયા હતા ત્યારે તેને પાઇપ અને પથ્થર વડે ત્ર્રન  શખ્સો દ્વારા યુવાન સહિત ત્રણને માર મરવામાં આવ્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા જયંતીભાઈ સોમાભાઈ ઉપાસરીયા જાતે કોળી (૩૫) એ માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષ મનસુખભાઈ ધોરકડિયા, શંકરભાઈ બીજલભાઇ સાકરીયા અને રમેશભાઈ વીરજીભાઈ ધોરકડીયાની સામે ફરિયાદ નોંધાવી હતી છે કે તેઓના ભાભીનો આરોપી મનીષ પીછો કરતો હોવાની તેઓને શંકા હતી જેથી તે બાબતે તેને સમજાવવા માટે થઈને ગયા હતા અને ત્યારે આરોપીએ તેની સાથે જપાજપી કરી હતી અને ત્યારે ફરિયાદી જયંતીભાઈ તેમજ કાંતિભાઈ અને અશોકભાઈને છૂટા પથ્થરના ઘા મારીને ઇજા કરી હતી તેમજ જયંતીભાઈને પાઇપ વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા જયંતીભાઈ અને કાંતિભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ જયંતીભાઈએ ત્રણ શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મનીષ મનસુખભાઈ ધોરકડિયા જાતે કોળી (૨૪), શંકરભાઈ બીજલભાઇ સાકરીયા જાતે કોળી (૫૪) અને રમેશભાઈ વીરજીભાઈ ધોરકડીયા જાતે કોળી (૪૫) રહે બધા જ જુના ઘાટીલા વાળાની ધરપકડ કરેલ છે




Latest News