મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી સાથે માળીયાના જાજાસરની શાળામાં દેવ સોલ્ટ દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ


SHARE









વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી સાથે માળીયાના જાજાસરની શાળામાં દેવ સોલ્ટ દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ

માળીયા મિયાણાંના હરિપર ગામ પાસે આવેલ દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા જાજાસર પ્રાથમિક શાળામાં મોરબી વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ રાખવમાં આવ્યો હતો ત્યારે ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું અત્રે ઉલેખનીય છે કે, સદાય સેવાકીય કામોમાં દેવ સોલ્ટ પ્રા.લી. અગ્રેસર રહે છે ત્યારે જાજાસર ગામની શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આર્થીક રીતે નબળ પરિવારમાંથી આવતા હોવાથી શૈક્ષણિક સામગ્રી ખરીદી શકે તેમ ન હોવાથી તેને દેવ સોલ્ટ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, રવિસિંગ અને અનમોલ ઉપાધ્યાય હાજર રહ્યા હતા. તે ઉપરાંત મોરબી વન વિભાગના સયુંકત ઉપક્રમે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી પણ કરાઇ હતી જેમાં મોરબી વન વિભાગના આર.એફ.ઓ. ચેતનકુમાર દાફડાના નેતૃત્વ હેઠળ વન વિભાગના ફોરેસ્ટર કાનાભાઇ ચાવડા, ભરતભાઈ બાલા દ્વારા વન્ય પ્રાણી, પક્ષી અને પર્યાવરણની વિશેષ માહિતી આપવામાં આવી હતી તેમજ શાળામાં ચિત્ર સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતું, જેમાં વિજેતા થનાર એકથી ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ભાવેશભાઇ બોરીચા સહિતનાએ જહેમત ઉઠાવી હતી અને ખાસ કરીને દેવ સોલ્ટ અને વન વિભાગના અધિકારીઓનો શાળા અને વિદ્યાર્થીઓએ વતી અભાર વ્યક્ત કર્યો હતો.




Latest News