મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ-૨૨ અંતર્ગત નાટ્ય સ્પર્ધાનું આયોજન


SHARE









મોરબીમાં નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ-૨૨ અંતર્ગત નાટ્ય સ્પર્ધાનું આયોજન

તા.૭-૧૦ રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ '૨૨ એટલે કે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ-૨૨ અંતર્ગત નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

દુનિયા એક રંગમંચ છે.કલાકાર બનતાં નથી, જન્મે છે.ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર  મોરબી આયોજીત રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ-૨૨ (નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ-૨૨) કે જેમાં મુખ્ય વિષયમાં "માનવ જાતનાં લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" તેમજ તેના પેટા વિષયોમાં રસીની વાર્તા, રોગચાળો :સામાજીક અને વૈજ્ઞાનિક મુદ્દાઓ, જીવનની ગુણવત્તા સુધારવા માટે ટેકનોલોજી ઈનોવેશન તેમજ મૂળભૂત વિજ્ઞાન અને સતત્ વિકાસ જેવા વિષયો ઉપર નાટ્ય મહોત્સવનું આયોજન કરેલ જેમાં મોરબી જીલ્લાની વિવિધ સ્કૂલોએ ભાગ લીધો હતો.આ નાટ્ય મહોત્સવમાં શ્રી નવજ્યોત અને સરદાર પટેલ વિદ્યાલય ટંકારાની ટીમ જીલ્લાકક્ષાએ વિજેતા થયા છે.તેઓની વિજેતા ટીમ હવે રાજ્યકક્ષાએ ભાગ લેવા ગાંધીનગર  જશે.આ જીલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ સ્કૂલોના આચાર્યો, સંચાલકો, શિક્ષકમિત્રો તથા વિધાર્થીઓનો આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના સંચાલક એલ.એમ.ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટે આભાર માન્યો હતો.




Latest News