મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત


SHARE









વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ મિનરલના કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ યોર મિનરલ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી વિક્રમભાઈ સોલંકીનો ચાર વર્ષનો દીકરો આર્યન ત્યાં કારખાનામાં રમતો હતો દરમિયાન પાણીની કુંડીમાં તે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતક બાળકના મૃતદેહને તેના પિતા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસે હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ચલાવી રહ્યા છે




Latest News