મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હળવદના સુખપર પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધનું મોત


SHARE









હળવદના સુખપર પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધનું મોત

હળવદ ધાંગધ્રા હાઇવે ઉપર આવેલા સુખપર ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા રાહદારી વૃદ્ધને કન્ટેનર ટ્રકના ચાલકે હડફેટ લીધા હતા જેથી માથામાં ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને નાસી ગયો હતો જેથી હાલમાં મૃત્યુ પામેલા વૃદ્ધના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના પાંડાતીર્થ ગામે હાલમાં રહેતા અને મૂળ સત્તાપર ગામના રહેવાસી રઘુભાઈ ડાયાભાઈ મકવાણા (૨૮) એ કન્ટેનર ટ્રક નંબર જીજે ૫ બીપી ૩૧૭૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૨૮/૮ ના રોજ તેઓના પિતા હળવદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર આવેલ સુખપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે તેઓના પિતા ડાયાભાઈ ગોવિંદભાઈ મકવાણા (૬૨) ને ટ્રકના ચાલકે હડફેટે લીધા હતા. જેથી કરીને ડાયાભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીરિજાઓ થઈ હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક વૃદ્ધના દીકરા રઘુભાઈ મકવાણાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News