મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીથી જામનગર જતાં પરિવારની કારનું ટાયર ફાટતા બાળકીનું મોત 


SHARE









મોરબીથી જામનગર જતાં પરિવારની કારનું ટાયર ફાટતા બાળકીનું મોત 

મોરબીનો વોરા પરિવાર કામ સબબ મોરબીથી ઇકો કારમાં જામનગર તરફ જતો હતો ત્યારે જામનગર અને ધ્રોલની વચ્ચે આવેલા ફલ્લા ગામ નજીક તેઓની ઇકો કારનું પાછળના ભાગનું ટાયર ફાટ્યું હતું જેથી કાર પલટી મારી જતા તેમાં બેઠેલ પરિવારના સભ્યો પૈકીની ૧૪ વર્ષની બાળકીને માથાના ભાગે થયેલ ગંભીર ઇજાઓના લીધે તેનું મોત નીપજયું હતું

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના નાની બજારમાં આવેલ ફકરી હાઈટ્સ ખાતે રહેતા શબીરભાઈ કોન્ટ્રાક્ટર જાતે વોરાનો પરિવાર કામ સબબ મોરબીથી જામનગર તરફ જતો હતો ત્યારે જામનગર અને ધ્રોલ વચ્ચે આવેલ ફલ્લા ગામ નજીક તેઓની ઇકો કારનું ડ્રાઇવર સાઈડનું પાછળનું ટાયર ફાટી જતા કાર પલટી મારી ગઈ હતી અને તે વાહન અકસ્માતના બનાવમાં કારમાં બેઠેલા વોરા પરિવારની અમતુલ્લાહબેન શબીરભાઈ કોન્ટ્રાક્ટર જાતે વોરા ૧૪ રહે. ફકરી હાઈટસ નાની બજાર મોરબીનું માથામાં ઇજાઑ થવાથી મોત નીપજ્યું હતું જેથી તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે પીએમ માટે લઈને લાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે ધ્રોલ પોલીસને જાણ કરવામાં આવી હતી અને વાહન અકસ્માતના બનાવમાં ૧૪ વર્ષની નાની બાળાનું મોત નિપજતા વોરા પરિવાર શોકમગ્ન બની ગયો હતો.




Latest News