મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા(મિં) તાલુકા પંચાયત ભવનનું ખાતમુહુર્ત રાજ્યમંત્રી બ્રિજેશ ભાઇ મેરજાએ કર્યું


SHARE









માળીયા(મિં) તાલુકા પંચાયત ભવનનું ખાતમુહુર્ત રાજ્યમંત્રી બ્રિજેશ ભાઇ મેરજાએ કર્યું

સામાન્ય તાલુકા પંચાયત કરતા માળીયા તાલુકા પંચાયત માટે સવાઈ રકમ મંજૂર કરવામાં આવી છે તેમ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ હર્ષભેર જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તાર એવા માળિયા તાલુકામાં વિકાસ બુલેટ ગતિથી થઈ રહ્યો છે. તમામ ગામડાઓમાં પ્રાથમિક જરૂરિયાતો ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે અને હજી ખૂટતી કડીઓ પુરાવા સરકાર કટિબદ્ધ છે. સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ માળીયા તાલુકા માટે સિંચાઈ સુવિધા માટે ૧૬૨ કરોડ તથા રસ્તાઓ માટે ૧૭૦ કરોડથી વધુ રકમ મંજૂર કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ તકે સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારી આર.એ. કોંઢિયાએ કર્યું હતું. આ માળીયા તાલુકા પંચાયત ભવનનું ૫૮૮.૦૬ ચો.મી. વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે. વાહન પાર્કિંગ થી લઈને ફર્નિચર જેવી અન્ય અદ્યતન સુવિધાઓ સાથે તાલુકા પંચાયત કચેરીનું બાંધકામ કરવામાં આવનાર છે. આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) ના કાર્યપાલ ઈજનેર એ.એન.ચૌધરી, માળીયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ સવજીભાઈ કરોરિયા, કારોબારી સમિતિના ચેરમેન નિર્મળસિંહ જાડેજા, અગ્રણી સર્વે જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા, મણીલાલ સરડવા, સુભાષભાઈ પડસુંબિયા સહિત માળિયા તાલુકાના પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News