મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના રાતાભેર ગામે રહેતા વૃદ્ધની ડુંગરપુર ગામે આવેલ જમીન ઉપર કબ્જો કરી લેનારા પાંચ સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE









હળવદના રાતાભેર ગામે રહેતા વૃદ્ધની ડુંગરપુર ગામે આવેલ જમીન ઉપર કબ્જો કરી લેનારા પાંચ સામે લેન્ડ ગ્રેબિંગ

હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા વૃદ્ધની ડુંગરપુર ગામના સીમ સર્વે નંબરમાં માલિકીની જમીન આવેલ છે જેના ઉપર ગેરકાયદેસર કબજો કરીને દબાણ કરી લેવામાં આવ્યું છે અને તેમાંથી ઉપજ પણ મેળવવામાં આવી રહી છે જેથી કરીને હાલમાં પાંચ શખ્સોની સામે વૃદ્ધે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા હઠીસંગ ટપુભાઈ ચૌહાણ જાતે રજપૂત (ઉંમર ૬૦) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરમશીભાઈ વીરજીભાઈ કોળી, વેલજીભાઈ કરમશીભાઈ કોળી, દેહરભાઈ કરમશીભાઈ કોળી, ટીસાભાઇ કરમશીભાઈ કોળી અને ઘનશ્યામભાઈ કરમશીભાઈ કોળી રહે. બધા રાતાભેર વાળાની સામે લેન્ડ ગ્રેબિગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં સર્વે નંબર ૨૨૭ પૈકી ૧ માં તેઓની માલિકીની જમીન આવેલ છે જેમાં હે-૧-૬૬-૯૩ ચોરસ મીટર જમીન ઉપર ગેરકાયદેસર આરોપીઓ દ્વારા કબજો કરવામાં આવ્યો છે અને કબજો ચાલુ રાખીને તેમાંથી આર્થિક ઉપજ પણ મેળવવામાં આવી રહી છે અને જમીન પચાવી પાડવામાં આવેલ છે જેથી કરીને પોલીસે વૃદ્ધની ફરિયાદ લઈને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News