મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું: નર્મદાની કેનાલે મશીન ચાલુ કરવા ગયેલ મહિલાને ધમકી


SHARE









કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું: નર્મદાની કેનાલે મશીન ચાલુ કરવા ગયેલ મહિલાને ધમકી

હળવદ તાલુકાના રાયસંગપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી પાણી લેવા માટે મશીન મુકનાર યુવાનનું મશીન ચાર શખ્સો દ્વારા વિના કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું જેથી કરીને તે યુવાનની પત્ની મશીન ચાલુ કરવા માટે ગઈ હતી ત્યારે આરોપીઓએ તેને “કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું” તેવી ધમકી આપવામાં આવી હતી જેથી યુવાન ત્યાં જતા ચારેય શખ્સો દ્વારા તેને લોખંડના પાઇપ અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા શંકરભાઈ નથુભાઈ કંઝારીયા જાતે દલવાડી (ઉંમર ૪૨) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નરેન્દ્રભાઈ ઉર્ફે નંદો ગણેશભાઈ દલવાડી, રવિભાઈ લાભુભાઈ સોઢા, કિશોરભાઈ લાભુભાઈ સોઢા અને રવિભાઈ સોઢાનો ભાણેજ રહે. બધા જ રાયસંગપુર આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ  છે કે, રાયસંગપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી પોતાની વાડી સુધી પાણી લઈ જવા માટે નર્મદાની કેનાલે તેઓએ મશીન મુકેલ છે અને તે મશીન આરોપીઓએ કોઈ કારણ વિના બંધ કરી દીધું હતું જેથી કરીને ફરિયાદી શંકરભાઈના પત્ની સરોજબેન તે મશીન ચાલુ કરવા માટે ગયા હતા અને ત્યારે આરોપીઓએ તેને “કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું” તેવી ધમકી આપી હતી જેથી કરીને શંકરભાઈ ત્યાં ગયા હતા ત્યારે આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે નંદો અને રવિભાઈ સોઢાએ તેને લોખંડના પાઈપથી માર માર્યો હતો અને અન્ય બે આરોપીઓએ લાકડી વડે તેને માર માર્યો હતો જેથી શંકરભાઈને ઇજા થતાં સારવારમાં લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ તેને ચારેય શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News