મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી) ના કાજરડા ગામે યુવતીએ ઝેરી દવા પીને ભર્યું અંતિમ પગલું


SHARE





માળીયા (મી) ના કાજરડા ગામે યુવતીએ ઝેરી દવા પીને ભર્યું અંતિમ પગલું

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતી યુવતી કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તાત્કાલિક તેને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આપઘાતના બનાવવાની માળિયા મીયાણા તાલુકો પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતી રેસમાબેન કાદરભાઈ મોવર (૧૯) નામની યુવતી રાખોડિયા વાળા ખેતરે હતી ત્યારે કોઈ કારણોસર કેરી દવા પી લીધી હતી જેથી તેને મોઢામાંથી ફિણ નીકળવા લાગ્યા હતા માટે તેનો ભાઈ હનીફભાઈ કાદરભાઈ મોવર તાત્કાલિક તેમને સારવાર માટે માળિયા મીયાણા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારે ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈતો તપાસીને મૃત જાહેર કરી હતી અને આપઘાતના આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.

બીમારી સબબ મોત

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા પ્રવીણભાઈ ચતુરભાઈ વોરા (૫૪) ને બીમારી સબબ  સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સીટી પોલીસની જાણ કરી હતી વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતકને પેટમાં પાણી ભરાવાની બીમારી હોય તે બીમારી સબબ તેનું મૃત્યુ નીપજ્યું હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.




Latest News