મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વર્ષામેડી પાસે અગરના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









માળીયા (મી)ના વર્ષામેડી પાસે અગરના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના વર્ષામેડી ગામની સીમમાં આવેલ અગરના તળાવના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણાં તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ મહારાજા સૉલ્ટ વર્કસના અગરના તળાવના પાણીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવા અંગેની ચિરાગભાઈ લાલજીભાઈ સીતાપરા (૨૭) રહે. વર્ષામેડી વાળાએ માળિયા તાલુકા પોલીસે જાણ કરી હતી જેથી કરીને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે માળિયા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તેને તજવીજ શરૂ કરવામાં આવી હતી દરમિયાન પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે મૃતક વ્યક્તિનું નામ જગદીશભાઈ શંકરભાઈ પારધી (૫૦) રહે. વવાણીયા વાળો છે જેથી પોલીસે તેની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામ પાસે આવેલ એક્ઝીસન્સ વિટ્રીફાઈડ નામના કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા રમેશસિંગ નરેન્દ્રસિંગ (૪૫) નું બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની માળીયા તાલુકા પોલીસની જાણ કરવામાં આવી હતી.




Latest News