મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેર કુવાડવા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીએ સાંસદ મોહનભાઈ અને મહારાણા કેસરીદેવસિંહની હાજરીમાં ઉમેદવારી નોંધાવી


SHARE







મોરબી જિલ્લાની વાંકાનેર કુવાડવા બેઠકને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે થઈને ભાજપ દ્વારા ચૂંટણીના આ જંગમાં જીતુભાઈ સોમાણીને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયા, વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા સહિતના આગેવાનોની હાજરીમાં તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું અને પૂરા આત્મવિશ્વાસ સાથે આ બેઠક ઉપરથી જંગી લીડ સાથે ભાજપનું કમળ ખીલી ઉઠશે તેઓ તેવી લાગણી જીતુભાઈ સોમાણીએ વ્યક્ત કરી હતી

મોરબી જિલ્લાની વાંકાનેર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીએ પુરા આત્મ વિશ્વાસ સાથે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે રાજકોટના સંસદ મોહનભાઈ કુંડારીયા, કાંતિભાઇ અમૃતિયા, વાંકાનેરના મહારાણા કેેશરીદેવસિંહ ઝાલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યાર બાદ વિશાળ રેલી સાથે જીતુભાઈ સોમાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પ્રાંત અધિકારીની કચેરીએ ચૂંટણી અધિકારી સમક્ષ પહોચ્યા હતા અને ઉમેદવારી પત્ર ભર્યુ હતુ અને હાલમાં ગામોગામ મતદારોનો આવકાર જોઈને અને કોંગ્રેસના ધારાસભ્ય ન કરેલા કામને ધ્યાન રાખીને ભાજપની જીત નિશ્ચિત આ બેઠક ઉપર નિશ્ચિત છે તેનુ ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીએ જણાવ્યુ હતુ






Latest News