મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી મત ગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.૧-૧૨ થી તા.૮-૧૨ સુધી વિવિધ પ્રતિબંધો મુકાયા


SHARE











મોરબી મત ગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.૧-૧૨ થી તા.૮-૧૨ સુધી વિવિધ પ્રતિબંધો મુકાયા

વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં બે તબકકાઓમાં યોજાનાર છે. પ્રથમ તબકકામાં સમાવિષ્ટ જિલ્લાઓ પૈકી મોરબી જિલ્લામાં તા.૦૧/૧૨/૨૨ના રોજ ચૂંટણી યોજાનાર છે. તમામ વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી સરકારી સરકારી પોલિટેકનીક બિલ્ડીંગ ઘુંટુ રોડ, મોરબી ખાતે તા.૮/૧૨ ના રોજ થનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે. મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહી તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા મતગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.૧/૧૨ થી તા.૮-૧૨ સધીના સમયગાળા માટે કેટલાક અમલવારી કરવા હુકમ ફરમાવ્યા છે.

જેમાં કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે. મતગણતરી કેન્દ્રની આસપાસના ર૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહીં.કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં. મતગણતરી ફરજ પર નિયુક્ત અધિકારીઓ / કર્મચારીઓ તથા આવશ્યક સેવાઓના કામે રોકેલ વ્યક્તિઓને મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્યુ કરવા માટે વિધાનસભા મતદાર વિભાગના સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને તેમના વિધાનસભા મતદાર વિભાગ માટેના પાસ તથા સમગ્ર મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટેના પાસ આપવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, મોરબીને અધિકૃત કરવામાં આવે છે. મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નકકી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે.આ હુકમમાંથી મતગણતરી તેમજ મતગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓને સોંપવામાં આવેલ છે તેમને મુકિત આપવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચ તરફથી મંજૂરી આપવામાં આવેલ હોય, એક્રેડીશન ધરાવતા હોય તેમજ સક્ષમ સત્તાધિકારીએ મતગણતરી કેન્દ્રમાં પરવાનગી આપેલ હોય તેવા પત્રકારઓને ઉક્ત દર્શાવેલ મતગણતરી કેન્દ્રના ફક્ત મીડિયા સેન્ટર સુધી જ મોબાઈલ લઈ જવાની છૂટ રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાના પાત્ર  ઠરશે.

નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ મતદાન માટે મતદાનમથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી બુથ ઉભા કરી શકાશે નહી
વિધાનસભાની સામાન્ય ચૂંટણી સમગ્ર ગુજરાત રાજ્યમાં બે તબકકાઓમાં યોજાનાર છે. પ્રથમ તબકકામાં મોરબી જિલ્લામાં તા.૧/૧૨ ના રોજ ચૂંટણી યોજાનાર છે. મતદાનની આ પ્રક્રિયા દરમિયાન મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમિયાન તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહી તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર દ્વારા ચૂંટણી માટેના ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે અન્ય કોઈપણ વ્યકિત મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી માટે બુથ ઉભા કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

કોઈપણ વ્યક્તિ મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી. આ હુકમ મોરબી જિલ્લાના તમામ શહેર અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારને લાગુ પડશે, જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ હોય તે તમામ તથા ફરજ પરના પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને આ હુકમ લાગુ પડશે નહિ.






Latest News