મોરબીના વેપારી સહિતનાઓને ધંધો રોજગાર બંધ રાખીને રાજમાતા વિજય કુંવરબા સાહેબની અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઘક્કાવાળી મેલડી મંદિર પાસેથી ૪૮ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







મોરબીમાં ઘક્કાવાળી મેલડી મંદિર પાસેથી ૪૮ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂના ૪૮ ચપલા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૮૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

 જાણવા મળતી માહિતી મુજબ નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂના સીલ બંધ ૪૮ ચપલા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૮૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને જીગ્નેશભાઈ રૈયાભાઈ ટોટા જાતે ભરવાડ (ઉમર ૨૭) રહે. ન્યુ રેલવે કોલોની પાસે નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ પાસેથી મળી આવેલ દારૂના ચપલા તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે

 જુગાર

મોરબીના દલવાડી સર્કલ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યારે જુગારની રેડ કરતા સ્થળ ઉપર ચંદુભાઈ મોતીભાઈ નગવાડિયા જાતે કોળી (૫૪) રહે. જુના બસ સ્ટેન્ડ પાછળ ગેબનશાહ પીરની દરગાહ નજીક મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૭૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

જુગાર

માળીયા મીયાણાના ખાખરેચી ગામે રામજી મંદિર ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી આધારે સ્થાનિક પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મનોજ ઉર્ફે બકો પ્રભુભાઈ કૈલા જાતે પટેલ (ઉંમર ૩૯) રહે. ખાખરેચી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી રોકડા ૧૨૦૦ રૂપિયા કબજે કરીને જુગારધારા હેઠળ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News