મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વરોએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી


SHARE









મોરબીમાં ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વરોએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

ભારતીય ચૂંટણી પંચ દ્વારા મોરબી ખાતે નિમાયેલા ઓબ્ઝર્વરશ્રીઓએ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ચૂંટણી વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યા જિલ્લાની વસ્તી, મતદારોની સંખ્યા, પાછલી ચૂંટણીમાં થયેલ મતદાન, નવા નોંધાયેલા મતદારો, મતદાન મથકો, એપિકકાર્ડનું વિતરણ, વિશેષ મતદાન મથકોની દ્રષ્ટિએ જિલ્લામાં કરવામાં આવેલ આયોજનની પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, સ્વીપ પ્રવૃત્તિઓ સહિત દ્વારા મતદાનની ટકાવારી વધારવાનું આયોજન, MCC આદર્શ આચારસંહિતાના પાલન અર્થે લેવાયેલ પગલાઓની વિગતવાર માહિતી, MCC ભંગની ફરિયાદો અને કમ્પલેન મેનેજમેન્ટ, C-VIGIL અને DCC માં આવેલ કોલ અને ફરિયાદોના નિરાકરણ બાબતે વિસ્તૃત ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઓબ્ઝર્વરશ્રીઓએ જિલ્લામાં FST,  SST, VVT સહિતની મોનિટરિંગ ટીમો, કાયદો વ્યવસ્થા અંતર્ગત લેવાયેલ પગલાંઓ, પોલીસ બંદોબસ્તના આયોજન, ચૂંટણી પ્રક્રિયામાં સામેલ સ્ટાફની તાલીમ, પોસ્ટલ બેલેટથી મતદાન વિશે માહિતી મેળવતા જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાની ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર અને ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે મણિરામ શર્મા,IAS, ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે રામચંદ્રન આર.,IAS, ખર્ચ ઓબ્ઝર્વર તરીકે સિધ્ધાર્થ દાંગી, IRAS ની નિમણુક કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલિસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય અને તમામ નોડલ અધિકારીઓ સહિત જિલ્લાના ચૂંટણી સાથે સંકળાયેલ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News