મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે ચૂંટણીની ભજીયા પાર્ટી બાદ કજીયા : તાલુકા પંચાયત સભ્ય ઉપર ચાર શખ્સો દ્વાર હુમલો


SHARE







ટંકારાના નસીતપર ગામે ચૂંટણીની ભજીયા પાર્ટી બાદ કજીયા : તાલુકા પંચાયત સભ્યને સરપંચ અને તેના પુત્ર સહિત ચારે માર મારતા સારવારમાં

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામે વિધાનસભા ચૂંટણી ટાણે જ જુના ઝઘડામાં કોંગ્રેસની સભા અને બાદ યોજાએલ ભજીયા પાર્ટી પરી થતા જ કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્યને નસીતપર ગામના સરપંચ તેના પુત્ર અને અન્ય બે શખ્સો એમ ચાર ઇસમોએ માર મારતા ભજીયાએ કરાવ્યા કજિયા જેવો ઘાટ જોવા મળ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકા પંચાયતના લજાઈ બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્ય પંકજભાઈ દયારામભાઈ મસોતે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે રાત્રે ટંકારા તાલુકાના નસીતપર ગામે કોંગ્રેસની જાહેરસભા હોય જાહેરસભામાં ગયા હતા અને જાહેરસભા પૂર્ણ થયા બાદ ગામના ઝાંપા પાસે ઉભા હતા ત્યારે તેમના કૌટુંબિક જમાઈ અને આરોપી એવા દિનેશભાઇ અઘારાએ કહ્યું હતું કે તારે પ્રકાશ સાથે શું વાંધો છે. જેથી પોતે કહ્યું હતું કે જે તે સમયે બધું હતું એ હવે પતી ગયું છે.દરમિયાન બન્નેની વાતચીત દરમિયાન જ આરોપી પ્રકાશ રમેશભાઈ, ગામના સરપંચ રમેશભાઈ ધરમશીભાઈ, દિનેશ અઘારા અને પ્રવીણભાઈ નામના ચારેય આરોપીઓએ આવીનો એકસંપ કરી પંકજભાઈને ઢીંકા પાટુનો માર મારવા મારવા લાગેલ હતા અને પ્રકાશભાઈ રમેશભાઈ નામના આરોપીએ લોખંડના પાઇપ વડે માર મારી હવે પછી નસીતપર ગામમાં પગ મુકતો નહીં નહીંતર જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી.ટંકારા તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય પંકજ મસોત ઉપર સરપંચ અને તેના પુત્ર સહીત ચાર વ્યક્તિઓએ હુમલો કરતા ઈજાઓ પહોંચતા પ્રથમ ટંકારા અને બાદમાં સારવાર માટે મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરિયાદી પંકજ દયારામભાઈ મસોતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના નેસડા (ખાનપર) ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી રંજીતાબેન ગોરીયાભાઈ વસુનિયા નામની ૧૫ વર્ષીય આદીવાસી સગીરા કપાસ વિણતા સમયે કોઈ કારણોસર દવા પી જતા તેણીને મોરબીની શુભ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ ડુરેજા સિરામિકમાં રહીને મજૂરી કામ કરતા જીવાભાઇ રામાભાઇ ટીડા નામના ૩૧ વર્ષના યુવાનને મોરબીના મકનસર ગામે આવેલ રાધે પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News