મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE









મોરબી વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ શક્તિ ચેમ્બર નજીકથી બાઈક ચાલક પોતાનું બાઈક લઈને પસાર થતો હતો ત્યારે ડમ્પર ચાલકે બાઈકને લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલા યુવાનને માથામાં ગંભીર થવાથી તેનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક ભાઈની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મુનનગર ચોક પાસે આવેલ ન્યુ ચંદ્રેશ નગર સોસાયટી શેરી નં-૩ માં રહેતા હર્ષદભાઈ ડાયાભાઈ ફુલતરીયા જાતે પટેલ (૩૬) એ ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૭૦૨૫ ના ચાલક સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો કૌટુંબિક ભાઈ કપિલ જેરાજભાઈફૂલતરીયા (ઉંમર ૨૫) રહે. થોરાળા વાળો પોતાનું બાઈક નંબર જીજે ૩ એફઆર ૯૬૧૨ લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ શક્તિ ચેમ્બર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર બેફિકરાઈથી ચલાવીને કપિલના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં કપિલને માથાના ભાગે ગંભીરતા હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક ભાઈની ફરિયાદ લઈને પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવતી સારવારમાં

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે માટેલ રોડ ઉપર આવેલ ગ્રીન ઝોન સીરામીક નજીક રહેતા પૂજાબેન મોહનભાઈ ડાવર નામની ૧૬ વર્ષીય સગીરાએ કોઈ કારણોસર ઘરે ફાંસો ખાઈ લેતા તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડાએ તપાસ કરી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. જયારે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ભડિયાદ ગામે રહેતો નાનજીભાઈ હીરાભાઈ ધોકડિયા નામનો ૪૦ વર્ષનો યુવાન ભડીયાદ ગામે ગટર નાંખવા માટે ખોદવામાં આવેલ ખાડામાં બાઈક સહિત પડી જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી લેવાયો હતો.




Latest News