મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરિપર પાસે ડિવાઇડર કૂદીને ટ્રેલર ટ્રક સાથે અથડાતાં અકસ્માત: ડ્રાઇવર-ક્લીનરને ઇજા


SHARE













માળીયા (મી)ના હરિપર પાસે ડિવાઇડર કૂદીને ટ્રેલર ટ્રક સાથે અથડાતાં અકસ્માત: ડ્રાઇવર-ક્લીનરને ઇજા

મોરબી કચ્છ હાઇવે ઉપર હરીપર ગામ પાસે આવેલ દેવસોલ્ટ નજીક ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલર બેફિકરાયથી ચલાવીને ડિવાઈડર ઉપર ચડાવી દીધું હતું અને ત્યારબાદ તે ટ્રેલર સામેથી આવતા ટ્રક સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ટ્રક રસ્તા વચ્ચે પલટી મારી જતા ટ્રક ડ્રાઇવર અને કલીનરને નાના મોટી ઈજાઓ થઈ હતી અને વાહનમાં નુકસાન થયું હતું જેથી કરીને ટ્રકના ક્લીનરે ટ્રેલરના ચાલક સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના અંજારના રતનાલ ગામના રહેવાસી ભરતભાઈ વિભાભાઈ કરમટા જાતે રબારી (૨૨) એ હાલમાં તુલસારામ સનુરારામ બેનીવાલ જાતે ચૌધરી (૩૯) રહે. હાલ સામખીયારી અંબે રોડ કેરિયર્સ હરિ ઓમ વેબ્રિજની બાજુમાં તાલુકો સામખીયારી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ પોતાના હવાલા વાળું ટ્રેલર બેફિકરેથી ચલાવીને ટ્રેલર ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને રોડ વચ્ચેના ડિવાઈડરને કૂદાવીને સામેના ભાગ ઉપરથી પસાર થતા ટ્રક નંબર જીજે ૧૨ બીઝેડ ૦૫૩૨ માં ટ્રેલર અથડાવ્યું હતું જેથી કરીને ટ્રક પલટી મારી ગયો હતો અને ટ્રક ડ્રાઇવર તેમજ ફરિયાદી ભરતભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને વાહનમાં પણ નુકસાની થયેલ હતી જેથી ભરતભાઈ કરમટાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુગારી પકડાયા

ટંકારાના ઉગમણા નાકા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઈરફાન અબુભાઈ તૈલી જાતે ઘાંચી (૩૪) રહે. ટંકારા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૧૨૭૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આવી જ રીતે માળીયા મીયાણામાં તળાવની પાળ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરતા અબ્દુલ ઉર્ફે અબલો હબીબભાઈ જેડા જાતે મિયાણા (૪૦) રહે. માળિયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૪૩૦ ની રોકડ કબજે કરીને તેની ધરપકડ કરી હતી






Latest News