હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રફાડેશ્વરના એટ્રોસીટીના તથા ખુની હુમલાના ગુનામાં આરોપીઓના આગોતરા જામીન મંજુર


SHARE





મોરબીના રફાડેશ્વરના એટ્રોસીટીના તથા ખુની હુમલાના ગુનામાં આરોપીઓના આગોતરા જામીન મંજુર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ આ કામના આરોપીઓ સામે ફરીયાદ નોંધાવેલ કે, આ કામના ફરીયાદીના મીત્ર સાથે રફાડેશ્વરના યતીશભાઈ સાથે અગાઉ છએક દીવસ પહેલા બોલાચાલી તથા ઝઘડો થયેલ હોય તેનુ સમાધાન કરવા માટે ફરીયાદી તથા સાહેદો જતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી હથીયાર-પથ્થર તથા છરી વડે ઈજા કરેલ અને ફરીયાદીને ગાળો બોલી જ્ઞાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત કરી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજી.શ્રી મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય. જે ફરીયાદના કામેના આરોપીઓ (૧) કીશોરભાઈ મેઘજીભાઈ સુમેસરા તથા (૨) જસુબેન કીશોરભાઈ સુમેસરાનાઓ જેમની ધરપકડ થયેલ ન હોય તેઓએ તેમના મોરબી જીલ્લાના સીનીયર વકીલશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર કોર્ટમાં આગોતરા જામીન મેળવવા જામીન અરજી કરેલ.

આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે. આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. આરોપી વિરૃધ્ધ રાગદ્વેષ રાખી આ ફરીયાદમાં ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે. આરોપીએ આ કામના ફરીયાદીને માર મારેલ હોય કે જાતી પ્રત્યે અપમાનીત કરેલ નથી કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓ ને ધ્યાને લઈ આરોપીને જામીન પર મુકત કરવા દલીલ કરેલ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, દીવ્યા સીતાપરા, ડીમ્પલ રૂપાલા, મનીષા સોલંકી, રવી ચાવડા રોકાયેલ હતા.




Latest News