હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી : આશારામજી બાપુના ભક્તોએ ભક્તિ જાગૃતિ સંકિર્તન યાત્રા નિકાળી


SHARE





મોરબી : આશારામજી બાપુના ભક્તોએ ભક્તિ જાગૃતિ સંકિર્તન યાત્રા નિકાળી

આદરણીય સંત શ્રી આશારામજી બાપુની પ્રેરણાથી શ્રી યોગ વેદાંત સેવા સમિતિના નેજા હેઠળ ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રસરીને હરિનામ સંકીર્તન યાત્રા ગુરુવાર સવારે મોરબી શહેર ખાતે આવી પહોંચી હતી.

 મોરબી માં સંકીર્તન યાત્રા વણીક ભોજન શાલા, નહેરુ ગેટ,શક માર્કેટ રવાપર રોડ ,શનાળા રોડ થી મુળ જગ્યાએ   પુર્ણાહુતી થઇ આદિપુર  તરફ જવા રવાના થઇ હતી.સમિતિના પ્રવક્તાએ જણાવ્યું કે, આદરણીય સંત શ્રી આશારામજી બાપુની પવિત્ર પ્રેરણાથી સમાજમાં એકતાનો સંદેશો આપવાના હેતુથી સમગ્ર વિશ્વમાં આ હરિનામ કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે સંકીર્તન યાત્રા દરમિયાન સંત શ્રી આશારામજી બાપુના આધ્યાત્મિક જીવન ચરિત્ર આધારિત વિવિધ પ્રકારના બેનરોથી શણગારેલા વાહનો અને ભગવાન નામનું કીર્તન કરતા ભક્તો દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લોકોએ સ્થળે સ્થળે પુષ્પોની વર્ષા કરી હતી, તથા આરતી અને બાપુજીની પૂજા અર્ચન કરી યાત્રાનું સ્વાગત કર્યું હતું.




Latest News