મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના ખારીવાડી વિસ્તારમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત


SHARE









હળવદના ખારીવાડી વિસ્તારમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત

હળવદના ખારીવાડી વિસ્તારની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણમાં મળતી માહિતી પ્રમાણે હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રહેવાસી વિજયભાઈ વાઘજીભાઈ તડવી (ઉંમર ૨૨) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી નજીક સન્વીસ્ટ સિરામિક કારખાનામાં રહેતા વિક્રમ સમરિયા રાવત (૧૦) નામના બાળકને કેનાલ પાસે કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લીધો હતો જેથી અકસ્માતના બનાવવામાં બાળકને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ ઇટાનો સીરામીક પાસે ટ્રક ઉપરથી નીચે પટકાવવાના કારણે મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છત્રુલાલ દલશેરભાઈ પિંજારી (૫૫) ને ઇજાઓ થઈ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માતના બનાવવાની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News