મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના ભલગામડા નજીક બાઇક સાથે બાઇક અથડાવી યુવાનનું મોત નિપજાવનાર સામે ગુનો નોંધાયો


SHARE









હળવદના ભલગામડા નજીક બાઇક સાથે બાઇક અથડાવી યુવાનનું મોત નિપજાવનાર સામે ગુનો નોંધાયો

મોરબીના હળવદ તાલુકાના ભલગામડા અને ઘનશ્યામપુરની વચ્ચે આવેલ હાઇસ્કુલ નજીક ગત તા.૨૩-૧૧ ના સાંજના છેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક યુવાનને ઇજા પહોંચી હતી અને એક યુવાનનું મોત નિપજયુ હતું. જે અંગે ભોગ બનેલ યુવાન દ્વારા સામેના વાહન ચાલકની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

હળવદ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલમાં ભોગ બનેલ જગદીશભાઈ માવજીભાઈ ઝાલા (ઉ.વ.૩૩) ધંધો મજુરી રહે. રામપરા તા.ધાંગધ્રા જી સુરેંદ્રનગરએ હીરો એચએફ ડીલક્ષ મોટર સાયકલ નંબર જીજે ૧૩ એએન ૪૨૬ ના ચાલક સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, તા.૨૩-૧૧ ના સાંજના છએક વાગ્યે હળવદના ભલગામડા તથા ઘનશ્યામપુર ગામ વચ્ચે આવેલ રંગ માધ્યમીક સ્કુલની સામે આવતા રોડ ઉપર આરોપીએ તેના હવાલાવાળું એચ.એફ.ડીલક્ષ બાઇક નંબર જીજે ૧૩ એએન ૪૨૬ પુરઝડપે તેમજ બેફીકરાઇપુર્વક ચલાવીને મરણજનાર મોહનભાઇના હવાલાવાળા હીરો સ્પેલ્નડર મોટર સાયકલ નંબર જીજે ૧૩ એસી ૬૮૮૧ સાથે પોતાના વાહનની ટકકર મારી અકસ્માત કરીને સાહેદને શરીરે છોલાણની ઇજાઓ પહોંચાડી હતી તેમજ ફરીયાદી જગદીશના ભાઇ મોહનભાઇનું મોત નીપજાવ્યુ હતુ.હાલમાં પીએસઆઇ કે.એન.જેઠવા તપાસ ચલાવી રહેલ છે.

વાંકાનેરના જુના ધમાલ પર ગામે દારૂ પકડાયો

વાંકાનેર સીટી પોલીસ મથકની હદમાં આવતા જુના જમાલપર ગામના ઝાંપા પાસે અવાવરૂ જગ્યામાં બાતમીના આધારે પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી પોલીસને રૂપિયા ૮૦૦ ની કિંમતનો ૪૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો અને તે દારૂનો જથ્થો રહીમ રાયધન મોવર રહે.વીસીપરા વાંકાનેર વાળાનો હોવાનું ખુલતા તેની સામે ફરિયાદ નોંધીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઈજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ઉમિયા સર્કલ નજીક રહેતા વિકાસ ગોવાભાઇ પરમાર (૨૫) અને હંસાબેન વિકાસભાઈ પરમાર (૨૫) ને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા બંનેને ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જેથી હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News